જ્યારે કોઈ દંપતી ને IVF સારવાર ની જરુરીયાત ઉભી થાય ત્યારે નીચે મુજબ ના પધ્ધતીસર ના સ્ટેપ દ્વારા IVF ની સારવાર કરવાની થતી હોય છે.
૧) દંપતી ના શરીર ને IVF સારવાર માટે તૈયાર કરવુ.
આ IVF સારવાર નુ પહેલુ અને ખુબ જ મહત્વ નુ પગથીયુ છે. જેમા ભવીષ્યમા બનવાની માતા અને પીતા બન્ને ના શરીર ને તે માટે લાયક કરવામા આવે છે.
a) સ્ત્રી મા જોઈએ તો પહેલા જરુરી રીપોર્ટ્સ કરી તેના શરીર મા રહેલ ઉણપ અને હોર્મોન્સ ના ઈમબેલેન્સ ને બેલેન્સ કરવામા
આવે છે.
b) diet change and life style modification:
સ્ત્રી ને નીચે મુજબ નુ દૈનીક ફોલો કરવાનુ થતુ હોય છે.
• સવાર સાંજ એક એક વાટકો લીલોતરી શાકભાજી લેવા, એકાતરા કઠોળ લેવા, એક વાટકો કચુંબર લેવા, ધી તેલ અને ખાંડ નહીવત લેવા.
• ૧૬-૨૦ ગ્લાસ પ્રવાહી. જેમા ૧૨ ગ્લાસ પાણી + ૨ ગ્લાસ દુધ (કાજુ બદામ અખરોટ સાથે) + ૨ ગ્લાસ છાસ લેવા. એક વાટકી દહી લેવુ.
• સવાર ના ૭ થી ૯ વાગ્યા વચ્ચે ૩૦ મીનીટ માટે સુર્યપ્રકાશ લેવો. તેમા યોગા પ્રાણાયમ કરી શકાય.
• ૪૫ મીનીટ પરશેવો વળે તે રીતે ચાલવુ.
• બપોરે ૧ કલાક અને સાંજે ૭-૮ કલાક ઉંધ લેવી.
• એક કલાક પુસ્તક નુ વાંચન કરવુ.
પુરુષ મા જરુરી દવા અને દરેક વ્યશન છોડવા જરુરી છે..
૨) i-cos (individulized controlled ovarian stimulation)
જેમા માસીક ના બીજા દીવસે દર્દી ને સોનોગ્રાફી ની તપાસ દ્વારા સ્ત્રી બીજ બનવાની પ્રકીયા માટે જરુરી ઈન્જેકશન નો ડોઝ નક્કી કરવામા આવે છે. જે ઈન્જેકશન માસીક ના બીજા દીવસ થી લઈ બીજ સંપુર્ણ પણે પરીપક્વ ન થાય ત્યા સુધી આપવામા આવે છે. આ ઈન્જેક્શન દુખાવો કરે તેવા હોતા નથી. આ બધુ નીયત સમયેજ આપવામા આવે તો તે IVF સારવાર ની સફળતા નો દર વધારી સકાય છે. ૬ દીવસ બાદ એક બીજુ ઈન્જેકશન જે બીજ ને સમય પહેલા ફુટતુ અટકાવે છે. જે આગળ ના ઈન્જેકશન ની સાથે ૩-૪ દીવસ આપવામા આવે છે. ત્યાર બાદ દર્દી ને દર ૨-૩ દીવસે તેમની સોનોગ્રાફી કરી ને ચેક કરવામા આવે છે કે બીજ યોગ્ય ગુણવતા અને માત્રા મા બને છે કે નહી. અને જ્યારે બીજ ની સાઈઝ ૧૯-૨૦ mm ની બની જાય ત્યારે સ્ત્રી-બીજ બહાર લેવા trigger નુ ઈન્જેકશન આપી બીજ છુટુ પાડવામા આવે છે. આ ઈન્જેકશન આપ્યા પછી ૩૬ કલાક બાદ ovum pick up ની પ્રક્રિયા કરવામા આવે છે. નોર્મલ માતા મા થતી આ પ્રકીયા જ્યારે IVF સારવાર લેતા દર્દી મા ડોકટર ના કંટ્રોલ મા બીજ બને તે રીતે કરવામા આવે છે તેથી તેને i-cos(individualized controlled ovarian stimulation)કહેવામા આવે છે.
૩) ovum pick up( સ્ત્રી બીજ ને સ્ત્રી ના અંદાશય માથી લેવાની પ્રકીયા):
આ સ્ટેપ મા દર્દી ને થોડા સમય માટે ઉંધ (sedation-ટોપી સુંઘાડતા ડોકટર દ્વારા) અપાવી ને એક ખુબ જ પાતળી સોય દ્વારા તથા સોનોગ્રાફી ના માર્ગદર્શન હેઠળ છૂટા થયેલા બીજ ને એક ટેસ્ટ ટ્યુબ મા ખેંચી લેવા મા આવે છે. તે જ દીવસે Husband ના વીર્ય ને પણ લઈ લેવામા આવે છે. ત્યાર બાદ લેબ ના એમ્બ્રીયોલોજીસ્ટ સ્ત્રી બીજ ને ગ્રેડ મુજબ નામાંકીત કરે છે જેથી ક્યા બીજ ને આગળ ના સ્ટેપ મા લેવા એ નકકી થાય છે. આ સ્ટેપ ના અંતે દર્દી ને જરુરીયાત મુજબ ની દવાઓ આપી તેને આવતા મહીને બાળક મુકવાની પ્રક્રીયા માટે તૈયાર કરવામા આવે છે.આ સ્ટેપ મા દર્દી ને દાખલ રહેવુ જરુરી નથી. ફક્ત ૨ કલાક ના સમય મા દર્દી આ પ્રકીયા પુરી કરી ઘરે જઈ શકે છે.
૪) icsi (intracytoplasmic sperm insemination):
આ સ્ટેપ મા અગાઉ નક્કી થયેલ સારા ગ્રેડ ના સ્ત્રી બીજ ને Husband ના શુક્રાણુ સાથે ફલીત કરવામા આવે છે.
૫) embryo બનવાની પ્રક્રીયા :
ICSI દ્વારા ફલીત થયેલ સ્ત્રી બીજ ને બેન્ચ ટોપ INCUBATOR (K system) મશીન મા ૫ દીવસ સુધી રાખવામા આવે છે. જેમા ફલીત થયેલ ગર્ભ ને Blastocyst (5 માં દિવસ નો ગર્ભ) કહેવામા આવે છે. ત્યાર બાદ તેનુ ફરી થી morphology અનુસાર ગ્રેડીંગ કરવામા આવે છે. ઉચ્ચતર કક્ષા (5AA, 4AA) નુ ગ્રેડીંગ ધરાવતા Blastocyst ને ગર્ભાશય મા transfer માટે પસંદ કરવામા આવે છે.અને તેને લેબ મા યોગ્ય તાપમાન અને વાતાવરણ મા યોગ્ય સમય સુધી સાચવવામા આવે છે.
૬)embryo transfer:
દર્દી માથી બીજ લીધા બાદ તેને આપવામા આવેલ દવા પુરી થતા માસીક આવતા હોય છે. માસીક આવ્યા ના બીજા દીવસે દર્દી ને સોનોગ્રાફી ની તપાસ કરવામા આવે છે. અને તેના અંડાશય અને ગર્ભાશય ની તપાસ કરવામા આવે છે.ત્યાર બાદ દર્દી ને જરુરી દવા દ્વારા તેમની ગર્ભાશય ને બાળક મુકવા યોગ્ય બને એ રીતે સારવાર થાય છે ત્યાર બાદ દર્દી ને ૧૩ મા દીવસે ગર્ભાશય ની દીવાલ ની જાડાઈ ની તપાસ સોનોગ્રાફી દ્વારા કરવામા આવે છે. જો યોગ્ય હોય તો તેને તે દીવાલ જળવાઈ રહે અને બાળક મુકવા માટે યોગ્ય બને તે માટે દર્દી ને જરુરી ઈન્જેકશન આપવામા આવે છે. અને પિરિયડ ના ૧૯ થી ૨૧ મા દીવસે લેબ મા વીકાસ પામતા Blastocyst ગર્ભ ને માતા ના ગર્ભાશય મા સોનોગ્રાફી મશીન ના માર્ગદર્શન હેઢળ મુકવામા આવે છે. ત્યાર બાદ દર્દી ને જરુરી દવા અને સલાહ સુચન આપવામા આવે છે. અને ૭ દીવસ પછી ફરી થી સોનોગ્રાફી ની તપાસ અને લોહી ના રીપોર્ટ કરવામા આવે છે. જે સચોટ પોઝીટીવ આવતા માતા સગર્ભા બને છે. અને ત્યાર બાદ તે એક નોર્મલ સગર્ભા માતા ની જેમ તેને સલાહ તથા જરુરી દવા આપવામા આવે છે.
ટુક મા કહી એ તો બાળક બનવાની પ્રકીયા જે માતા ના શરીર મા શક્ય ન હોય તેવા દંપતીઓ મા બાળક બનવાની પ્રક્રીયા કુદરત ના નીયમ મુજબ બહાર એડવાન્સ લેબ અને અતી આધુનીક મશીન ની મદદ થી બહાર કરવામા આવે છે. જેને ટેસ્ટટ્યુબ બેબી ની સારવાર અથવા IVF ની સારવાર કહેવામા આવે છે. ivf treatment in rajkot
At Hormone IVF,
We have provided IVF, ICSI, IUI, PGT-A, PESA/TESE, ERA, Fertility preservation, and screening test solution to make your family a happy family. ivf hospital in rajkot
Book an appointment today Contact us: 70699 91055
.
Visit us: -3rd floor, Central Block Twin Star, Nana Mava Circle, 150ft. Ring Road, Rajkot.
No Comments