માત્રુત્વ એ સ્ત્રી ના જીવન નુ એક અમુલ્ય, અદ્ભુત, અને અવર્ણવીય સુખ+આનંદ+લાહવો છે.
પહેલા ના જમાના માટે ઉપરોક્ત વાક્ય કદાચ ખોટુ પણ પડે. કેમ કે તે સમયે પ્રેગનન્સી જલ્દી રહી જતી હતી. અને પ્રેગનન્સી રહવી એ કોઈ મોટી વાત ન હતી. પરંતુ અત્યાર ના જમાના મા પ્રેગનન્સી રહેવી એ ખુબ મોટી વાત કહેવાય અને માતા બનનાર સ્ત્રી અને ભવીષ્ય મા તે બાળક નો પીતા બનનારો પુરુષ એ બન્ને ખુબ આનંદ થી આ સમય પસાર કરે છે. અને તે ઉપરાંત આજ ના જમાના ની સાસુઓ પણ આ સમય ને માન આપી ને આજ ની યંગ જનરેશન ને ખુબ આનંદ થી આ સમય ને માણવા માટે સહકાર આપે છે.
જ્યારે છોકરી પરણી ને સાસરે જાય ત્યારે તે સ્ત્રી ના નામ થી નવાજવામા આવે છે. અને આ સ્ત્રી ક્યારે માતા નુ બીરુદ ધારણ કરવુ તે માટે યોગ્ય સમય અને યોગ્ય માર્ગદર્શન ખુબ જરુરી છે. જેથી આજ ના જડપી જમાના મા ક્યાંક પતી પત્ની પાછળ ના રહી જઈએ અને અને પ્રેગનન્સી પહેલા લગ્ન જીવન ને માણવાનો સમય પણ ન ચુકાઈ જાય. એટલે યોગ્ય સમય અને માર્ગદર્શન ની જરુર છે.. ivf treatment in rajkot
આજના જમાના મા નવવીવાહીત કપલ ને ફરવુ હરવુ તથા ખાણી પીણી નો ખુબ શોખ હોય છે. લગ્ન થયા ને ૩ વર્ષ પછી પ્રેગનન્સી પ્લાન કરવુ જોઈએ.
સમય: લગ્ન ના ૩ વર્ષ પછી.
સ્ત્રી ની ઉમર: ૨૪ થી ૩૨ ની વચ્ચે.
બાળકો ની સંખ્યા : ૧ અથવા ૨ જીવીત બાળકો
૧) હાલ ના સમય ના છોકરા છોકરીઓ ને લગ્ન બાદ મન મેળ ન થવા ના કીસ્સા ખુબ જોવા મળે છે. તેથી છુટા છેડા ના કીસ્સા વધી જતા હોય છે. માટે લગ્ન બાદ ૩ વર્ષ ના સમય મા પતી પત્ની બન્ને એક બીજા ને સમજે, ઓળખે. તથા પારીવારીક બોંડીગ થાય તે પ્રેગનન્સી પહેલા ખુબ જરુરી છે. માટે ૩ વર્ષ પહેલા પ્રેગનન્સી પ્લાન ન કરવો જોઈએ. અને પત્ની નો ફર્ટાઈલ પીરીયડ પણ ન જવો જોઈએ. એટલે કે પત્ની ની ઉમર ૩૫ કરતા વધુ હોય તો બાળક ખોટ ખાપણ વાળુ જન્મે. માટે લગ્ન બાદ પ્રેગનન્સી માટે યોગ્ય સમય ખુબ જરુરી છે.
૨) જો આપ બીજી પ્રેગનન્સી પ્લાન કરતા હોય. તો પહેલા બાળક અને બીજા બાળક વચ્ચે ઓછામા ઓછુ ૨ વર્ષ નુ અંતર રાખવુ. કેમ કે આ સમય મા પત્ની પોતાના અંગો પ્રેગનન્સી પહેલા જેવા નોર્મલ થાય અને ફરી થી પ્રેગનન્સી રહે તે માટે તૈયાર થતા હોય છે. માટે ઓછુ ૨ વર્ષ નુ અંતર રાખવુ.
૩) જ્યારે તમો પ્રેગનન્સી પ્લાન કરતા હોય તે પહેલા ફોલીક એસીડ ની ટેબલેટ ૨ થી ૩ મહીના પહેલા ચાલુ કરી દેવી, જેથી બાલક તંદુરસ્ત જન્મે.
૪) જયારે તમો પ્રેગનન્સી પ્લાન કરતા હોવ ત્યારે તમારા માનસીક સ્થીતી ખુબ સારી હોવી જોઈએ. મતલ્બ કે તમે પુરો દીવસ ખુસ રહેવુ. આજુબાજુ ના લોકો સાથે સારો વ્યવહાર કરવો. નકામી ચીંતા નો બોજ મગજ પર ન લેવો.દીવસ નુ એક રુટીન બનાવો જેમા એક ફીક્સ સમયે કસરત, યોગા, પ્રાણાયામ, લાફીંગ એક્સરસાઈઝ ,સારા પુસ્તકો નુ વાંચન, કરવુ જોઈએ.
૫) જયારે તમો પ્રેગનન્સી પ્લાન કરતા હોવ ત્યારે તમારા ખોરાક પર પણ ખાસ ધ્યાન આપો. દીવસ મા બ્રેક ફાસ્ટ અચુક કરવો. દીવાસ મા ૨ જુદા જુદા ફળ નુ સેવન કરો.૧૫ થી ૨૦ ગ્લાસ પાણી પીવુ. ૨ ગ્લાસ દુધ પીવો. દીવસ મા બે અલગ અલગ શાક ખાવ જોઈએ. અને તેમા એક કઠોળ નો પણ સમાવેશ કરવો. ફળગાવેલા કઠોળ પણ લેવા જોઈએ. જેથી પ્રોટીન નુ યોગ્ય પ્રમાણ જળવાઈ રહે.વાત કરીએ શુ ન લવુ જોઈએ.
-બહાર નો ખોરાક ન ખાવો.
-વધુ તળેલુ તીખુ મસાલે દાર ખોરાક નો ઉપયોગ તાળો.
-તેલ વાળુ તથા વધુ ફેટ વાળા ખોરાક થી દુર રહો.
૬) જયારે તમો પ્રેગનન્સી પ્લાન કરતા હોવ ત્યારે શક્ય હોય તો એક ગાયનેકોલોજીસ્ટ ની સલાહ લેવી જોઈએ તથા પત્ની નુ ચેક અપ કરાવવુ જોઈએ. જેથી કોઈ બીમારી નીકળે તો તેનુ ત્વરીત નીવારણ થાય અને તેની અસર બાલક પર ના થાય. બીજી ભાષા મા કહીયે તો ગાયનેકોલોજીસ્ટ ની તપાસ એ “ IT IS FILTER TO MAKE PERFECT MOTHER BEFORE CHILD BORN”.
૭) હવે વાત કરીએ મહત્વ ની……………..પતી પત્ની ના શારીરીક સબંધ ની……
-દરેક સ્ત્રી ની માસીક સાયકલ અલગ અલગ હોય છે. જો રેગ્યુલર સાયકલ હોય તો તે સ્ત્રી નો ફર્ટાઈલ પીરીયડ ( પ્રેગનન્સી રહી સકે તે સમય) સાયકલ ના ૧૦ થી ૨૦ દીવસ નો સમય ફર્ટાઈલ પીરીયડ ગણાય. ((((ફર્ટાઈલ પીરીયડ——સ્ત્રી ના અંડાશય માથી બીજ છુટુ પડે અને તે ફેલોપીયન ટ્યુબ મા આવે. ત્યા તે પોતાની મહતમ ૨ દીવસ સુધી જીવીત રહી શકે. જો આ સમય દરમ્યાન તે પુરુષ ના શુક્ર કોષ (સ્પમ) દ્વારા ફલીત ના થાય તો તે મ્રુત્યુ પામે છે અને પ્રેગનન્સી રહેતી નથી. માટે ફર્ટાઈલ પીરીયડ સમજવો ખુબ જરુરી છે.))))) જો સ્ત્રી ની સાયકલ ઈર્રેગ્યુલર હોય તો પાછલી ૬ સાયક્લ નો અભ્યાસ કરી ફર્ટાઈલ પીરીયડ ની માહીતી મળી શકે છે અને તેમા આપના ગાયનેકોલોજીસ્ટ આપની મદદ કરી શકે છે.
-પતી પત્ની એ તેના ફર્ટાઈલ પીરીયડ મા એક કાતરા શારીરીક સબંધ બાધવો જોઈએ. જેમા ૧૦-૧૨-૧૪-૧૬-૨૦ મા દીવસે સબધ રાખ્વાથી પ્રેગનન્સી રહેવાના ચાંસ વધી જાય છે.
-પતી ના સીમન મા સ્પમ કાઉંટ ઓછા હોય તો પતી એ નીચે મુજ્બ ના ફેરફાર પોતાના જીવન મા કરવા પડશે.
* સમતોલ આહાર
* વ્ય્સન મુક્તી
*કસરત, યોગા, પ્રાણાયમ
* બીજ ફલીત થવાના દીવસે ઓછામા ઓછુ ૨ વાર શારીરીક સબંધ
* તમારા શુક્ર પીંડ ને વધુ ગરમી અને રેડીયેશન થી બચાવો(બચાવો( જેમ કે લેપ્ટોપ, પ્રીંટર, મોબાઈલ)
* ચીંતા ન કરો.
-વાત કરીયે સેક્ક્સ પોઝીશન ની ….. સામાન્ય રીતે પત્ની બેડ પર સુતી હોય તે પોઝીશન ના સેક્સ કરવાથી પતી નુ પુરે પુરુ વીર્ય પત્ની ની યોની મા જાય અને બહાર ન નીકળી જાય. પત્ની એ સેક્સ દરમ્યાન કમર નીચે એક ઓસીકુ રાખવાથી તેનો કમર નો ભાગ થોડો ઉપર થઈ જાય અને વીર્ય બહાર નીકળ્તુ અટકે છે. પત્ની એ સેક્સ કર્યા પછી તુરંત ઉભુ થવુ નહી. અને તે પોઝીશન મા સુઈ જવુ.
No Comments