હોર્મોન્સ વગર શરીર એટલે પેટ્રોલ વગર ની ગાડી. અને હોર્મોન્સ ઈમબેલેન્સ એટલે ખોટકાયેલી ગાડી કે થોડી ચાલી ને બંધ થઈ જાય અથવા તો સરળતા થી ન ચાલે.
આ તો ખાલી સમજવા માટે જ કીધુ. આમ જોવા જઈ એ તો ઉપર ની વાત આપણા શરીર ના હોર્મોન્સ સાથે એકદમ મેચ થાય છે. સ જોવા જઈ એ તો ઉઅશરીર મા ભગવાન દ્વારા એક સીસ્ટમ મુકવામા આવી છે. જેને એંડોક્રાઈન સીસ્ટમ કહેવામા આવે છે. જે આપણા શરીર મા આ સીસ્ટમ જુદી જુદી ગ્રંથી દ્વારા ચાલે છે. આ ગ્રંથી ઓ આપણા શરીર મા હોર્મોન્સ એટલે કે અંત સ્ત્રાવ રીલીઝ કરે છે. જેના દ્વારા આપણા શરીર ની બધી ક્રીયા ઓ સારી રીતે અને સરખી રીતે ચાલે.
પહેલા ના જમાના મા આપણા બાપદાદા ઓ તથા પુર્વજો જેના શરીર ખડતલ હતા. અને શરીર ને મોટી ઉમર સુધી દવા વગર ચાલેલ હતા. આજના યુગ ના નવ જુવાનીયા જે નબળુ શરીર અને દવા ની થેલી ખીચ્ચા મા રાખવાની ટેવ પડેલ છે. આપણે એવુ શુ ચુકી ગયા છીયે કે આપણે આપણા શરીર ને આપણા બાપદાદા જેવુ ન કરતા કઈક અલગ જ કરી નાખ્યુ છે. !!!!!
જેનો જવાબ આપણા શરીર ના એન્ડોક્રાઈન સીસ્ટમ ના ઈમ બેલેનસ પર છે.આ સીસ્ટમ ની યોગ્ય કાર્યપ્રણાલી જ આપણા જીવન ને અને શરીર ને લાંબુ અને સ્વસ્થ રાખી શકે તેમ છે.
બાળક નો જન્મ થાય ત્યાર થી લઈ વ્રુધ્ધા વસ્થા સુધી આ સીસ્ટમ યોગ્ય ચાલવી જરુરી છે.
ખાસ કરી ને છોકરી ના કીસ્સા મા જરુરી નીચે મુજબ ના માઈલસ્ટોન ની વાત કરીયે.
૧)menarchea: ખાલી સ્ત્રી બાળક મા આપણે ૮ વર્ષ થી ઉપર માસીક આવવાનુ ચાલુ થાય છે. ત્યાર બાદ તેનુ રેગ્યુલર દર મહીને માસીક આવવુ, યોગ્ય પ્રમાણ મા આવવુ,…વગેરે તે પણ ખાસ જરુર છે. જેનો પુરો દમદાર હોર્મોન્સ પર રહેલો છે.
2)pubarchea: પુબીક ભાગ મા હેર નો ગ્રોથ થવો
3)thelarche:છોકરીઓ ને સ્તન નો યોગ્ય વીકાસ યોગ્ય ઉમરે થવો.
4)andrenachea:બગલ મા વાળ, શરીર ની ગંઘ નો વીકાસ થવો.
ઉપર ના દર્શાવેલા કાર્યો યોગ્ય ઉમરે થાય તે ખુબ જરુરી છે. સ્ત્રી ઓ મા તો ખાસ …કેમ કે છોકરી મોટી થઈ ને બાળક ની માતા થાય. તેનો યોગ્ય ઉછેર કરે તે માટે ઉપર મુજબ ના યોગ્ય વીકાસ જરુરી છે.
બાળપણ મા જો ઉપર મુજબ યોગ્ય વીકાસ થાય તો અને તો જ ભવીષ્ય મા માસીક ચક્ર નીયમીત રહે અને યોગ્ય સમયે માતા બની શકાય. અને યોગ્ય સ્તન ના વીકાસ થી બાળક નુ પોષણ યોગ્ય રીતે થાય.
શરીર ના જુદા જુદા હોર્મોન્સ ની વાત કરીયે.
૧)થાઈરોડ : શરીર ની ચયાપચય ની ક્રીયા, માનસીક સ્થીતી, રેગ્યુલર માસીક આવવુ વગેરે…
૨)પીચ્યુટરી: બધી ગ્રંથી નો રાજા. એટલે કે બધુ નીયમન તેના દ્વારા જ થાય.
૩)અંડાશય : જે માથી ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન જેવા માસીક નીયમન ના હોર્મોન્સ નો સ્ત્રાવ થાય.
સ્ત્રીઓ મા ઉપર ના હોર્મોન્સ બેલેન્સ વગર સ્ત્રી ને નીયમીત માસીક ન આવે. અને માસીક ચક્ર વ્યવસ્થીત જળવાઈ ન શકે. અને ભવીષ્ય મા વંધત્ય ( હાલ ના સમય નો સ્ત્રી મા જોવા મળતો રોગ) ના રોગ થી પીડાવા નો સમય આવે.
IVF Center in Rajkot: Best IVF Center/Fertility Clinic in Rajkot
No Comments