જેમ આગળ વાત કરી એમ હોર્મોન્સ ની અગત્યતા. તેવી રીતે જો હોર્મોન્સ નુ બેલેન્સ નહી હોય તો બધુ નકામુ. તેના માટે આપણા શરીર મા જરુરી પોષણ તત્વો અને આપની દીન ચર્યા ને યોગ્ય બનાવવી પડશે.
આપણુ શરીર પંચમહાભુતો નુ બનેલ છે તેમ શરીર ના હોર્મોન્સ નુ બેલેન્સ માટે પાંચ મહત્વ ના તત્વો નો બદલાવ જરુરી છે.
૧)સમતોલ આહાર
૨)પ્રવાહી નુ પ્રમાણ
૩)યોગા, પ્રાણાયમ અને મેડીટેશન
૪)વીટામીન D અને કેલ્શીયમ
૫)કસરત,વાંચન અને સ્ટ્રેસ ફ્રી લાઈફ
૧)સમતોલ આહાર
આગળ મોકલેલ છે.
૨)પ્રવાહી નુ પ્રમાણ
આપણુ શરીર ૭૦% પાણી નો ભાગ છે. એટલે સ્વાભાવીક રીતે સમજી શકાય કે પાણી વગર બધુ નકામુ છે. પાણી આપણા શરીર મા શુ કાર્ય કરે છે તે સમજીયે. જેથી તેનુ મહત્વ આપોઆપ સમજાય જશે.
શરીર મા લોહી નુ કાર્ય આપણે સવ જાણીયે જ છીયે. ટુક મા કહીયે તો લોહી શરીર મા દરેક વસ્તુ નુ પરીવહન કરે છે. શરીર મા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ઓક્સીજન,શરીર મા બનેલ અંતસ્ત્રાવ નુ પરીવહન, મીનરલ્સ, કાર્બન ડાયોકસાઈડ , શરીર નો કચરો,…. વગેરે…. આવા ધણા બધા તત્વો નુ પરીવહન લોહી દ્વારા જ થાય છે.લોહી ના યોગ્ય કાર્ય માટે પાણી ખુબ જ જરુરી છે.
શરીરમા પાણી ના યોગ્ય પ્રમાણ થી બીજા ઘણા ફાયદા થાય છે જેમકે ,
- ચામડી શુકાતી અટકે છે. ચામડી મા ગ્લો જળવાઈ રહે છે.
- પાચન તંત્ર યોગ્ય રીતે કાર્યરત રહે, કબજીયાત નુ પ્રમાણ ઘટે છે.
- કીડની મા પથરી બનતા અટ્કે છે. શરીર નો કચરો દુર થાય છે.
- બીપી ધટતુ અટકે છે અને ચક્કર આવવાના પ્રોબલેમ ન રહે.
- સગર્ભા દરમ્યાન યોગ્ય પાણી થી બાળક નો વીકાસ યોગ્ય થાય છે.
- શરીર સ્ફુર્તીલુ રહે છે. શરીર ની મનો સ્થીતી સારી રહે છે.
૩) યોગા, પ્રાણાયામ અને મેડીટેશન
યોગ અને પ્રાણાયામ એ એક અદ્ભુત અતુલ્ય ભેટ આખા વીશ્વ ને ભારતે આપેલી છે.આપણા પુર્વજો પોતાના શરીર ને યોગ અને પ્રાણાયામ દ્વારા તંદુરસ્ત રાખતા હતા. તેઓ રોજીંદા જીવન મા એક નીયત સમયે યોગ અને પ્રાણાયામ કરતા હતા.
યોગ અને પ્રાણાયામ ના વીવીધ ફાયદા નીચે મુજબ છે.
-શરીર ની તાકાત ,સ્ફુર્તી, ફ્લેક્સીબીલીટી મા વધારો કરે છે.
– શરીર મા થતો કમર નો દુખાવો, સાંધા નો દુખાવો, ગર્દન નો દુખાવા મા ખુબ રાખત આપે છે.
-હદય ને તંદુરસ્ત રાખવામા ખુબ મદદ કરે છે. યોગ અને પ્રાણાયામ થી બીપી નુ પ્રમાણ ઘટે છે અને સ્ટ્રેસ માં ઘટાળો કરવામા મદદ કરે છે.જેથી હદય તંદુરસ્ત રહે છે.
– શરીર મા શારીરીક અને માનસીક ઉર્જા મા વધારો કરે છે.
-અનીંદ્રા મા રાખત મળે છે.
-સ્વાસો સ્વાસ ની પ્રક્રીયા મા ખુબ જ ફાયદો કરે છે. ફેફ્સા ની બીમારી થી શરીર ને દુર રાખે છે.
-પેટ ના રોગો ને ફાયદો કરે છે. અને પાચન શક્તી મા વધારો કરે છે.
મેડીટેશન ના ફાયદા;
- સ્ટ્રેસ દુર થાય છે. તથા જીવન મા આવતા વીવીધ પ્રકાર ના સ્ટ્રેસ ને કઈ રીતે સામનો કરવો તે શીખવે છે.સગર્ભા દરમ્યાન યોગા, પ્રાણાયામ થી બાળક શાંત અને નીરોગી જન્મે છે.
૫) કસરત અને સ્ટ્રેસ ફ્રી લાઈફ
કસરત શરીર ના દરેક અંગો ને સ્ફુર્તીલા રાખવા માટે ખુબ જરુરી છે.હાલ આપડે અહી હોર્મોન્સ વીશે વાત કરતા હોઈએ ત્યારે તેના અનુસંધાન મા કસરત ના કયા ફાયદા છે તે વાત કરીયે.
- કસરત થી શરીર મા લોહી ની નળીઓ ફુલે છે. જેથી દરેક અંગો ને પુરતા પ્રમાણ મા લોહી અને લોહી સાથે પરીભ્રમણ કરતા તત્વો પુરતા પ્રમાણ મા અને યોગ્ય સમયે મળે છે. જેથી હોર્મોન્સ ને પોતાનુ કાર્ય નીયત સમય મા થઈ શકે છે.
- કસરત થી શરીર મા વધારા નો ગ્લુકોઝ વપરાય છે જેથી ડાયાબીટીસ જેવા રોગ માટે પણ ખુબ ફાયદા કારક છે.
- PCOD થી પીડાતી સ્ત્રીઓ મા કસરત ની એક ખુબ એહમ ભુમીકા છે જેથી સ્યુગર નુ પ્રમાણ જળવાઈ છે. ઈંસ્યુલીન નુ રેઝીસ્ટંટ ઓછુ થાય છે જેથી પ્રેગનન્સી રહેવાના ચાંસ વધી જાય છે.
- થાયરોઈડ ના દર્દી માટે પણ કસરત થી વજન કાબુ મા રહે છે અને અંગો ની જકળન ઓછી થાય છે.
- કસરત થી શરીર મા એક પોઝીટીવ ઉર્જા નુ વહન થાય છે જેથી જીવન સારી રીતે જીવી શકાય છે.
- નવવીવાહીત મહીલા અને સગર્ભા બહેનો ને ખાસ કસરત કરવી જેથી બાળક ધારણ કરનારી કોથળી ને લોહી નુ પરીવહન વધે છે અને બાળક નો વીકાસ સારો થાય છે.
- ડીલેવરી પછી પણ સલાહ મુજબ ની કસરત થી સ્ત્રીઓ ને પોતાનુ શરીર પાછુ હતુ એવુ કરવા માટે તથા પેલ્વીક મસલ ને મજબુત કરવા મા ખુબ ઉપયોગી બને છે.
વાંચન:::::::::::::
વાત કરીએ વાંચન ની.
વાચવા થી સ્ત્રી ઓ મા નીચે મુજબ ના ફાયદા જોવા મળે છે.
- વાંચન થી સ્ત્રેસ દુર થાય છે.નવી ઉર્જા નુ વહન થાય છે.
- વાંચન થી એકાગ્રતા વધે છે અને માનસીક એકલતા દુર થાય છે.
- સગર્ભા દરમ્યાન ધાર્મીક પુસતકો નુ વાચન થી બાળક મા સારા સંસ્કારો નુ સીંચન થાય છે.
- સગર્ભા દરમ્યાન વીવીધ ઐતીહાસીક, પૈરાણીક, ગાણીતીક, સામાજીક, તથા સારી હાસ્ય્મય વાર્તા નુ વાચન કરવુ જોઈએ.
- કહેવાય છેને પુસ્તક એક સારો મીત્ર છે. જો તમે તમારા વાચન ને તમરો મીત્ર બનાવશો તો તે ક્યારે તમારો સાથ નહી છોડે. જીવન ના વીવીધ ક્ષેત્રે તે કોઈ ને કોઈ રીતે ઉપયોગી બને છે.
આમ કસરત અને વાંચન એ લાઈફ ને સ્ટ્રેસ ફ્રી કરવા માટે ખુબ અગત્ય નુ પાસુ છે.
IVF Center in Rajkot: Best IVF Center/Fertility Clinic in Rajkot
No Comments